યાત્રાધામ વીરપુરથી અયોધ્યા ગયેલ ૫૦ સ્વયંસેવકનુ મંડળ પ્રસાદીના બોક્ષ બનાવવાનું શરૂ કર્યું છે,

  • 7:40 pm January 11, 2024
સુરેશ ભાલીયા | જેતપુર

 

૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી ૨૨ અને ૨૩ બે દિવસ તમામ દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો છે. પ્રસાદની તૈયારી માટે વીરપુરથીજલારામ મંદિરના ૫૦ જેટલાં સ્વયં સેવકોનું મંડળ અયોધ્યા પહોંચી ગયું છે. અને ત્યાં  પ્રસાદીના બોક્ષ બનાવવાનું શરૂ કર્યું છે.

૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ૨૨ અને ૨૩ જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે. અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી ૫૦ જેટલા સ્વયમ સેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે.  

 આ સ્વયમ સેવકો દ્વારા જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગજનો પ્રસાદ બનાવી રહ્યા છે. અને આ પ્રસાદ બોક્ષમાં આપવાનો હોવાથી સ્વયં સેવકો દ્વારા દરરોજ પ્રસાદના બોક્ષ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અંદાજીત ચારેક લાખ જેટલાં દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોય તે બનાવવા માટે વિશાળ ટોપ, ચુલાઓ વગેરે વાસણો તેમજ અનાજ કરિયાળું પેલાંથી જ વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે. સાથે જ યાત્રાધામ વીરપુરમાં પણ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા ના દિવસે જ જલારામબાપા ના દર્શને આવતા તમામ ભક્તો અને ગ્રામજનોને પણ મગજ ના લાડું નો પ્રસાદ આપવામાં આવશે યાત્રાધામ વીરપુર જે મગજ ના લાડું નો પ્રસાદ આપવાનો છે તે પણ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે,પ્રસાદ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લાને બે સમયનો થાળ ધરાવવામાં આવશે તે થાળ વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ હોવાનું ગાદીપતિ રઘુરામબાપાએ અગાઉ જ જાહેરાત કરેલી છે.