ભરૂચ જિલ્લાના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ટ્રાવેલ્સના સંચાલકો બન્યા બેફામ..
- 7:45 pm January 11, 2024
જે ડ્રાઇવર 80 ની સ્પીડે બસ ચલાવી સમયસર કંપની ઉપર પહોંચશે તેને 5,000 નું ઇનામ આપવાની સોશિયલ મીડિયાના ગ્રુપમાં ચેતવણીનો ઓડિયો..
ભરૂચ જિલ્લાના દહેજ પંથકના માર્ગો ઉપર માથેલા સાંઢની માફક દોડતી લક્ઝરી બસો છેલ્લા ત્રણ મહિનાથી મારી રહી છે પલટી
ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને જીવના જોખમે પણ કંપની સુધી પહોંચાડવા માટે ટ્રાવેલ્સ સંચાલકો હવે બેફામ બન્યા છે ભરૂચ જિલ્લાના એક ટ્રાવેલ્સના ગ્રુપમાં ટ્રાવેલ્સ મેનેજર એ ડ્રાઇવરોને સ્પીડમાં લક્ઝરી બસ ચલાવવા માટે રોકડની ઇનામ અંગેની જાહેરાત કરવા સાથે કર્મચારીઓના જોખમો ઊભા કરાવી ટ્રાવેલ્સ સંચાલકો ડ્રાઇવરોને લક્ઝરી બસો સ્પીડમાં દોડાવવા માટેની સૂચનાઓ આપી રહ્યા છે જેના કારણે કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે
ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં સંખ્યાબંધ ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને ટ્રાવેલ્સ ની લક્ઝરી બસોમાં અવરજવર કરાવવામાં આવે છે અને ઘણી વખત લક્ઝરી બસો પલટી મારી જતી હોવાની સંખ્યા બંધ ઘટનાઓ સામે આવી છે અને તેવામાં કંપનીમાં સમયસર પહોંચવા માટે ડ્રાઇવરો લક્ઝરી બસ 80ની સ્પીડે દોડાવે તેવી સલાહ પણ ટ્રાવેલ્સ સંચાલકો આપી રહ્યા છે પોતાના ફાયદા માટે લોકોના જીવનું જોખમ મૂકવો કેટલું યોગ્ય ત્યારે સવાલ એ છે કે જો સ્પીડમાં લક્ઝરી બસો દોડતી હોય તો આરટીઓ અને ટ્રાફિક પોલીસે પણ મેદાનમાં ઉતરવાની જરૂર છે કારણ કે ટ્રાવેલ્સ સંચાલકો પોતાના ફાયદા માટે કંપનીમાં જતા કર્મચારીઓનું જોખમ પણ લક્ઝરી બસમાં ઊભું કરી રહ્યા હોય તેવા ઓડિયોએ ભારે ચર્ચા જગાવી દીધી છે
અત્રે ઉલ્લેખનીય બાબતે છે કે ટ્રાવેલ્સ સંચાલકો પોતાના ફાયદા માટે ડ્રાઇવરોને ઉશ્કેણી જનક કૃત્ય કરી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસો પલટી મારી જવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે અને ડ્રાઇવરો પણ લક્ઝરી બસો બેફામ દોડાવી રહ્યા છે ટ્રાવેલ્સ સંચાલકોની સલાહ મુજબ 5000ના ઇનામ માટે ગફલત ભરી રીતે લક્ઝરી બસો દોડાવાથી હોય અને જો કોઈ કર્મચારીઓ જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ ત્યારે આવા વાયરલ ઓડિયોની તપાસ કરી આવા ટ્રાવેલ સંચાલકો સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવાની જરૂર છે એક ટ્રાવેલ્સ ના સોશિયલ મીડિયાના ગ્રુપમાં કેટલાક ઓડિયો પણ સામે આવ્યા છે ડ્રાઇવરોએ પણ આ વિડીયો અને સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે.