ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આઈમન પાર્ક સોસાયટીના રસ્તા નું ખાતમુહૂર્ત
- 7:46 pm January 11, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગનું જન ભાગીદારીમાંથી રોડ બનાવવા માટેની ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી જેમાં સ્થાનિક નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ નગરપાલિકાના વોર્ડ ૧માં આવેલ આઈમન પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ આરસીસી બનાવવા માટેની જન ભાગીદારીમાંથી કામગીરી કરવામાં આવી રહી છે જેનું ખાતમુહૂર્ત પણ સ્થાનિક નગરસેવકોને હસ્તે કરવામાં આવ્યું હતું વર્ષો બાદ આરસીસી રસ્તો બનાવવામાં આવતા સોસાયટીના રહીશોમાં પણ આનંદ છવાયો છે આરસીસી રસ્તાની કામગીરીના નિરીક્ષણ માટે ભરૂચનગર પાલિકાના પાવડીના ચેરમેન ભાવિનભાઈ સહિત સ્થાનિક નગર સેવકોએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને આરસીસી રોડ મજબૂત બને તેવા પ્રયાસો પણ કર્યા હતા.