ભરૂચ ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
- 7:47 pm January 11, 2024
છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે જંગલનો વિનાશ કરવામાં આવી રહ્યો છે.જેના કારણે પર્યાવરણ અને વન્યજીવો મૃતપાય બની રહ્યા છે.જ્યારે જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપન અંગે ભરૂચ ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આજ રોજ ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,
21 મી ડિસેંબર 2023.ના રોજ છત્તીસગઢના હસદેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાઓને 500 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને હસદેવ ક્ષેત્રના 30,000 થી વધુ વૃક્ષો કાપી નાંખીને પર્યાવરણ, વન્યજીવો,જૈવવિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સાથે સમગ્ર દેશના લોકોને ખુબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે.હસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે.આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે જેમાં હાથી,વાઘ અને અન્ય કેટલાય લુપ્તપ્રાય જીવોનો પણ સમાવેશ થાય છે. આ જંગલો 10,000 આદિવાસીઓનું નિવાસસ્થાન છે જેમનું જીવન સંપુર્ણ પણે જંગલ પર જ આધારિત છે. આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુચક્રને ખુબ મોટા પાયે નુકસાન થશે. જે આવનારા ભવિષ્ય માટે ખુબ નુકસાન કારક થનાર છે.જેથી વહેલી તકે આ કામગીરી રોકવાની માંગ કરી હતી.