આમોદની મામલતદાર કચેરી ખાતે EVM અને વીવીપેટ અંગે નિદર્શન યોજવામાં આવ્યું

  • 7:48 pm January 11, 2024
નઈમ દિવાન

 

 

ભારતના ચૂંટણી પંચે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઇવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે  માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પંચની સૂચના મુજબ માહિતી નિદર્શન કાર્યક્રમો શરૂ કર્યા છે.જેમાં મામલતદાર કચેરીમા આવતા અરજદારોને ઇવીએમ તેમજ વીવીપેટ અંગે માહિતી આપવામાં આવી હતી. આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય  ડી.કે.સ્વામી પણ મામલતદાર કચેરીની મુલાકાતે આવતા તેમણે પણ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાખેલા ઇવીએમ તેમજ વીવીપેટ અંગેની માહિતીનું  નિદર્શન નિહાળ્યું હતું.આ ઉપરાંત આમોદ તાલુકાના ગામોમાં મોબાઈલ વાન દ્વારા પણ ઇવીએમ અને વીવીપેટ અંગેની માહિતી આપવામાં આવી રહી છે.જે અંગે નાયબ મામલતદાર અને ચૂંટણી અધિકારી બી.એસ.પટેલ આયોજન કરવામાં આવ્યું હતું.