પાલનપુર અમદાવાદ હાઇવે પર બસમાં સવાર જી.આર આંગડિયા પેઢી કર્મચારીને આંતરી રૂપિયા 21 લાખની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર
- 8:41 pm January 11, 2024
અમદાવાદથી આંગડિયા પેઢીનો કર્મચારી જોધપુર જઈ રહ્યો હતો તે સમયે પાલનપુર હાઈવે છાપી નજીક તેની સાથે લૂંટ ની ઘટના બની હતી. જેમાં 3 શખ્સો આંગડિયા પેઢીના કર્મચારી પાસે થી 21 લાખનો માલસામાન ભરેલો થેલો હાથ માથી ઝૂટાવી ફરાર થઇ ગયા હતા.
પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે અમદાવાદની જી.આર. આંગડિયા પેઢીનો એક કર્મચારી માલ લઈને બસમાં જોધપુર જઈ રહ્યો હતો. ત્યારે આ બસ પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર છાપી નજીક એક હોટલ પાસે ચા અને નાસ્તા માટે ઉભી રાખવામાં આવી હતી
ચા-નાસ્તો કર્યા બાદ બસમાં ચડતા આંગડીયા કર્મીને લૂંટીને ત્રણ અજાણ્યા શખ્સો કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ છાપી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.