ભારતીય ચલણની બનાવટી નોટ સાથે ૩ ઇસમોને ભાવનગર એલસીબીએ ઝડપી પાડ્યા..

  • 9:39 pm January 11, 2024

 

ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ત્રણ ઇસમોના કબ્જાનાં બ્લ્યુ કલરના એકસેસ સ્કુટર રજી.નંબર-GJ-04-EF 3989 લઇને ભાવનગર,પ્લોટ ગેટ પોલીસ ચોકીની બાજુમાં તથા જાહેર શૌચાલયની વચ્ચે નવા બાંધકામવાળા બિલ્ડીંગની પાછળના ભાગે જાહેર રોડ ઉપર ઉભા રહીને ભારતીય ચલણની બનાવટી નોટોનો વહિવટ કરવા માટે ઉભેલ છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ત્રણ ઇસમોને ભારતીય ચલણની રૂ.૫૦૦/-ના દરની બનાવટી નોટ નંગ-૬૨ કિ.રૂ.૦૦/-, ભારતીય ચલણની અલગ-અલગ દરની અસલ નોટ નંગ-૦૭ કિ.રૂ.૧,૩૧૦/-, અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૩૫,૦૦૦/, ટેબલેટ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-, બ્લ્યુ કલરનું એકસેસ સ્કુટર રજી.નંબર- GJ-04-EF 3989  કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧૬,૩૧૦/-નો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.