ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળામાં દિપક ફાઉન્ડેશન અને લાઈટ સંસ્થા દ્વારા આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

  • 5:14 pm January 12, 2024
પંકજ પંડિત | ઝાલોદ

        
ઝાલોદ તારીખ 10મી જાન્યુઆરી 2024ના રોજ ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળામાં મફત આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. દિપક ફાઉન્ડેશન અને લાઈટ સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાની ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા શાળા માં આંખની  મફ્ત તપાસ માટે નો કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને ગામમાંથી વાલીઓએ આંખોની મફ્ત તપાસ કરાવી હતી. જેમને નંબર હોય તેમને મફત ચશ્મા આપવામાં આવ્યા.સાથે ધોરણ1થી8 ના હાજર તમામ બાળકોને મફત શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.1થી5 ના બાળકોને  ગુડ ટચ આને બેડ ટચ વિશે વાર્તા કહી સમજ આપવામાં આવી.ધોરણ 8ની બાલિકાઓને શારીરિક વિકાસ સાથે રાખવાની સાવધાની ઘરેલુ અપરાધ વિશે સમજ આપવામાં આવી. આમ લાઈટ સંસ્થા દ્વારા શાળાના આચાર્ય બી.એચ. કટારાને શિલ્ડ આપી તેમના કાર્યો વિશે સમજ આપવામાં આવી. તમામ સભ્યોનો શાળા પરિવારે આભાર વ્યક્ત કરી કેમ્પનું સમાપન કરવામાં આવ્યું.