વિજયનગર ખાતે આદિમ જૂથોને ગેસ કનેક્શન આપવા માટે ગેસ ડેમોસ્ટ્ર્શન થકી ગેસ ચલાવતા શિખવવામાં આવ્યું

  • 5:17 pm January 12, 2024
જાકીર મેમણ‌‌‌ | ઈડર

 

સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિજયનગરમાં ૧૦ ગામોમાં આદિમજુથ કાથોડી સમાજના ૨૬૦ પરીવારોના ૧૨૨૮ લોકો વસે છે. આ આદિમજુથોનો વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે માટે જિલ્લામાં વિવિધ સરકારી યોજનાકિય લાભો આપી લાભાન્વીત કરવામાં આવી રહ્યા છે.   

આ વિસ્તારમાં વસતી આદિમ જુથની મહિલાઓને વડાપ્રધાનની ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, પરંતુ મહિલાઓને આ ગેસની સગડી બાબતે ગેર સમજો હતી જે સરકારી કર્મિઓ દ્રારા સમજૂતી આપવામાં આવી હતી. ગેસ એજન્સીના લોકોને બોલાવી આ ગેસ કેવી રીતે ચલાવવા તે અંગે ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યા હતા તથા ગેસના યોગ્ય ઉપયોગ બાબતે સમજુત કરીને તેઓ સુધી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ પહોચાડવામાં આવ્યો છે.