અમરેલી તાલુકાના લાલાવદર ગામમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો..
- 5:20 pm January 12, 2024
અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર ખેત મજૂરી કરતો હતો ઘટના અંગે મળતી માહિતી મુજબ લાલાવદર ગામની સીમમાં આવેલી અલ્પેશભાઇની વાડીમાં પરપ્રાંતિય પરિવાર ખેત મજૂરી કરતો હતો. જેમણે બે દિવસ અગાઉ કૂવામાં ઝંપલાવ્યું હતું. ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમણે કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અમરેલીના સાંસદ નારણ કાછડીયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કૂવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ આ ત્રણેય મૃતદેહ ભાઇ-બહેન અને ભાભીના છે આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, લાલાવદર ગામની સીમમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે આત્મહત્યા કરી છે કે કેમ અને આત્મહત્યા કરી છે તો કયા કારણોસર કરી છે એની તપાસ હાલમાં ચાલી રહી છે.
મૃતકોના નામ : 1)મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, 2) ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા, 3)જાનુબેન અંતુરભાઈ દેવરખીયા