ડાંગ સેવાધામ દ્વારા અન્ન દાન લઈને વનવાસી છાત્રાલય સુધી પહોંચાડી સરાહનીય કામગીરી
- 5:51 pm January 12, 2024
ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સેવા ધામ દ્વારા ડાંગ જિલ્લામાં ઠેર ઠેર અન્ન અને અન્ય ચીજ વસ્તુઓનું દાન સ્વીકારવામાં આવે છે.ડાંગના આહવાના પટેલપાડા હનુમાન મંદિર, સાઈ મંદિર બસ સ્ટોપ પાછળ, હનુમાન મંદિર તળાવ પાસે, પેટ્રોલ પંપ, મહાદેવ મંદિર તથા વઘઈ અંબા માતા મંદિર ખાતે આ ટ્રસ્ટ દ્વારા અન્ન દાન સ્વીકારવામાં આવે છે. અને તે દાન વનવાસી છાત્રાલય સુધી પહોંચાડવામાં આવે છે.સમાજમાં પછાત રહેલા લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન સંસ્કારના માધ્યમથી સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ ટ્રસ્ટ દ્વારા આ કામગીરી કરીને લોકોને તેમની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે મકરસંક્રાંતિના પવિત્ર ઉત્સવ નિમિત્તે સેવાધામ દ્વારા છાત્રાલય માટે અન્ન સ્વીકારવામાં આવી રહ્યું છે. જેથી આ અન્નદાનના યજ્ઞમાં સહભાગી થવા માટે ટ્રસ્ટ દ્વારા લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે.