હનવતચોંડ ગામમાંથી ઢુઢુનિયા ફળિયુ છુટુ પાડી ગામનો દરજ્જો આપવા બાબતે રાજ્યપાલને સંબોધી કલેક્ટરને રજૂઆત...
- 5:52 pm January 12, 2024
ડાંગના જિલ્લાનાં હનવતચોંડ ગામમાંથી ઢુઢુનિયા ફળિયુ છૂટુ પાડી ગામ જાહેર કરવા માટે સ્થાનિકોએ રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.તેમજ જો ઢુઢુનિયાને ગામનો દરજ્જો નહીં આપવામાં આવે તો આવનાર લોકસભા સહિતની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આખી છે.સૌપ્રથમ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ઢુઢુનિયા ફળિયાને ધનનગરી તરીકે રાજા લોકો એ વસાવ્યુ હતુ.અને પહેલાથી જ આ ફળીયુ ગામ હતુ.પરંતુ આ ગામના લોકો ગરીબ અભણ હોવાથી હનવતચોંડનાં પોલીસ-પાટીલ અને કારભારી હોવાથી સરકારનાં રેકોર્ડ માં ગામ તરીકે જાહેર થઈ શક્યુ ન હતુ. ઉલ્લેખનીય છે કે,ઢુઢુનિયા ખાતે શાળા, આંગણવાડી તેમજ પાટીલ, જાગલીયા અને કારભારી પણ છે. અમુક લોકોનાં ડોક્યુમેન્ટમાં ગામ તરીકે હનવતચોંડ છે અને અમુક લોકોના ડોકયુમેન્ટમાં ગામ તરીકે ઢુંઢુનિયા છે.ઢુંઢુનિયાની કુલ વસ્તી ૧૦૦૦ (એક હજાર) જેટલી છે. જેમાં ૪૬૦ કરતા વધુ મતદાર છે.તેમજ કમ નસીબે અહીં સરકારના લાભો પણ લોકોને મળી શક્યા નથી.ત્યારે સ્થાનિકો અને ઢુઢુનિયા ગ્રામ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.અને ઢુઢુનિયા ને એક ગામ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.તેમજ જો ઢુઢુનિયાને ગામ તરીકેનો દરજ્જો નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં આવી રહેલ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે તંત્ર કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે..