ભરૂચના શ્રાવણ ચોકડી નજીક એક કારમાં આચનક આગ ભભૂકી ઉઠી..

  • 6:51 pm January 12, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચના શ્રાવણ ચોકડી નજીક એક કારમાં આચનક આગ ભભૂકી ઉઠતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.આગની જાણ ભરૂચ પાલિકાના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે સદનસીબે કાર ચાલક બહાર દોડી આવતા જાનહાની તળી હતી.

અંકલેશ્વરમાં રહેતા મુસ્તાક હુસેન મલેક ગતરોજ પોતાની આઈ 10 કાર લઈને કામથી મિત્ર સાથે ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવ્યા હતા.જ્યાં તેઓએ કામ પતાવી 7:30 વાગ્યાના અરસામાં પરત અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા.આ સમયે તેઓ શ્રવણ ચોકડી પહોચતા જ તેમની કારના બોનેટમાંથી ધૂમડાના નીકળવા લાગ્યા હતા.આ અંગે બાજુમાં બેઠેલા તેમના મિત્રએ કહેતા તેઓ બંને સમય સુચકતા વાપરીને બહાર નીકળી ગયા હતાં. જેવા તેઓ બહાર નીકળ્યા અને કારમાં સેન્ટર લોક લાગી ગયા હતાં અને જોત જોતામાં તો આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા કાર સળગી ઉઠી હતી. કારમાં આગ લાગતા જ આસપાસ રહેલા અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઇ હતી.આગ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં કારને બળી જતા વાહન ચાલકને નુક્શાની વેઠવાનો વારો આવ્યો છે.