અંક્લેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ..

  • 6:52 pm January 12, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસ એટલે કે 3દિવસ બાકી રહ્યા છે છતાં અંક્લેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

મકરસંક્રાંતિને ગણતરીના દિવસો આડા હોઈ હજુ પણ ઘરાકી ન નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી.વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચામાલ અને ટ્રાન્સપોટેશન મોંઘુ થતાં પતંગના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું 25 થી30 ટકા વેચાણ ઓછું થવાનો મત વેપારીઓએ વ્યકત કર્યો છે.

સામાન્ય રીતે અંક્લેશ્વર મકરસંક્રાતિના અઠવાડિયા પહેલા પતંગની ખરીદી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ઉતરાયણને 3દિવસ બાકી બાકી રહ્યા છે છતાં હજુ સુધી પતંગનું ખાસ વેચાણ શરૂ થયું નથી. જેના કારને અંક્લેશ્વર ની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમા પતંગ ખંભાત, નડિયાદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી આવે છે. દર વર્ષે અંક્લેશ્વરના બજારમાં અંદાજે રૂ. 15 થી 20 લાખના પતંગનું વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 20 ટકા ના વધારો થતા પતંગનું 25 થી 30 ટકા ઓછું વેચાણ થશે તેમ અંક્લેશ્વર ના વેપારીઓએ જણાવ્યું હતું. મકર સંક્રાંતીના બે દીવસ બાકી રહ્યા છે તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઇ નથી. સામાન્ય રીતે ઉતરાયણના ત્રણ ચાર દિવસ પહેલા બજાર ધમધમતી હોય છે. પરંતુ આ વર્ષે અત્યારે ખાસ વેચાણ થઇ રહ્યું નથી. આથી છેલ્લા દિવસોમાં વેપારીઓ ઘરાકીનો આશાવાદ સેવી રહ્યા છે.