ભરૂચ ઔદ્યોગિક વસાહતોમાં કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસના ટ્રાવેલ સંચાલકોના વાયરલ ઓડિયો બાદ આરટીઓ દ્વારા સ્પીડ ગન માપણીથી કરાશે કાર્યવાહી..

  • 6:55 pm January 12, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

સ્પીડમાં લક્ઝરી બસ દોડાવાશે તો તેમની સામે આરટીઓના નિયમ મુજબ કાર્યવાહી કરવાની આરટીઓ અધિકારી આપી ચેતવણી..

ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ તાલુકાઓમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઔદ્યોગિક વસાહતોમાં કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી ટ્રાવેલ્સ બસો દોડાવાતી હોય છે પરંતુ ટ્રાવેલ્સ સંચાલકો પણ પોતાના ફાયદા માટે ડ્રાઇવરોને લક્ઝરી બસો સ્પીડમાં દોડાવવા માટે મજબૂર કરી રહ્યા હોવાના ઓડિયો અને સ્ક્રીનશોટ સામે આવ્યા બાદ આરટીઓ કચેરી એ પણ સમગ્ર મામલે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હોવાનું નિવેદન રજૂ કર્યું છે અને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં દોડતી કોઈપણ લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે અને સાથે લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો સ્થળ ઉપર જ આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે પરંતુ જો કોઈ ટ્રાવેલ્સ સંચાલક પોતાના ફાયદા માટે ડ્રાઇવરોને વધુ સ્પીડમાં બસ દોડાવવાની સલાહ કે લોભામણી લાલચ આપતા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આરટીઓ અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર દહેજ વાગરા વિલાયત અંકલેશ્વર પાનોલી ઝગડીયા પાલેજ સહિતની અને જીઆઇડીસી વિસ્તારમાં સંખ્યાબંધ ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગમાં કર્મચારીઓને સમયસર પહોંચાડવા માટે ટ્રાવેલ્સ સંચાલકોને બસનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓછા સમયમાં વધુ લક્ઝરી બસો ટ્રીપ મારે તે માટે ડ્રાઇવરોને પણ ઉશ્કેરવાનું કૃત્ય ટ્રાવેલ્સ સંચાલકો કરતા હોવાના વાયરલ ઓડિયો બાદ આખરે આરટીઓ કચેરી દ્વારા ડ્રાઇવ ઉપાડવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે.