મગરવાડા મુકામે દેશના મહાનાયકની જન્મ જ્યંતિએ પણ ફુલહારથી વંચિત રહ્યું સ્ટેચ્યુ..
- 7:02 pm January 12, 2024
સતત ત્રીજા વર્ષે પણ સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ ને માળા અર્પણ ન કરાતાં વડગામ ભાજપ-કોગ્રેસ ના સ્થાનિક નેતાઓ પ્રત્યે લોકોમાં ફીટકારની લાગણી..
વડગામ તાલુકાના મગરવાડા મુકામે પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની પાસે આશરે 9 થી 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી એ રંગે ચંગે દેશના મહાનાયક સ્વામી વિવેકાનંદજી ના સ્ટેચ્યુ નું અનાવરણ કરી ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ કર્યો હતો ત્યારબાદ ગણતરીના વર્ષોમાં જાણે કે સ્વામી વિવેકાનંદ ભુલાયા હોય તેમ સતત ત્રીજા વર્ષે પણ સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતીના દિવસે મગરવાડા સ્થિત સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ પર કોઈપણ જાતની ફૂલહાર કે આજુબાજુ માં સફાઈ પણ ન કરાતાં લોકો માં અનેક પ્રશ્ર્નો થઈ રહ્યા છે જેને લઇ અને વડગામ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વના નેતાઓની માનસિકતા છતી થઈ હતી ભારતીય જનતા પાર્ટી પોતાને હિન્દુત્વ વાદી પાર્ટી માનતી હોવા છતાં પણ હિન્દુત્વના મહાનાયક સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ માત્ર ધૂળ ખાતા હોય તેવા દ્રશ્યો જોતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે કોંગ્રેસના પણ નેતાઓ જાણે કે ભારતીય જનતા પાર્ટીને જ દેશના તમામ મહાનાયકો ની જન્મ જયંતી ઉજવવા માટેની પરવાનગી આપેલી હોય તેમ માત્ર સોશિયલ મીડિયામાં જન્મ જયંતીની બધાઇ ઓ હાશકારો લઈ રહ્યા છે મિડિયા દ્વારા સતત બે વર્ષ થી આ બાબતે ભાજપ અને કોગ્રેસ ના સ્થાનિક નેત્રુત્વ ન ધ્યાન દોરાયુ હોવા છંતા પણ ત્રીજા વર્ષ પણ પરિસ્થિતિ યથાવત રહેતા મગરની ચામડી વાળા નેતાઓ પર અનેક પ્રશ્ર્નો ઉદ્દભવી રહ્યા છે ત્યારે વડગામની પ્રજા આવા તક સાધુ નેતાઓને ઓળખે અને ચૂંટણી સમયે તેમના જાસામાં ન આવી લોકશાહી નું પર્વ ઉજવે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.