કાલોલ તાલુકાના પૂર્વ પ્રાથમિક શિક્ષણાધિકારીનો વિદાય તેમજ નવનિયુક્ત શિક્ષણાધિકારીનો સત્કાર સમારંભ યોજાયો

  • 7:14 pm January 12, 2024
અજયસિંહ ચૌહાણ, પંચમહાલ

 

 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા આયોજીત કાલોલ તાલુકા ના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  વિરેન્દ્રસિંહજી પરમાર નો વિદાય સમારંભ તેમજ તાલુકાનો શિક્ષણ નો હવાલો સંભાળી ને રેગ્યુલર ચાર્જ લેનાર ઘોઘંબા ના ટી.પી.ઈ.ઓ ચેતનાબેન પરમાર નો સત્કાર સમારંભ યોજાયો.જેમાં કાલોલ તાલુકા ના તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,ભાજપ  તાલુકા મહામંત્રી કિરણસિંહ,પંચમહાલ અનુસૂચિત જાતિ ભાજપ મંત્રી અશોકભાઈ મેકવાન,પૂર્વ તાલુકા ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ ,મહાસંઘ ના અધ્યક્ષશ્રી વિનોદકુમાર અમીન,મંત્રી રમેશભાઈ પટેલ,સંઘઠન મંત્રી જનકસિંહ રાઠોડ,મહિલા ઉપાધ્યક્ષ હસુમતીબેન પટેલ તેમજ મહાસંઘ ના મોટી સંખ્યા માં  કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા સર્વે નો પરિચય તેમજ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહજી ની ૧૧ માસ દરમિયાન કરેલ ઓફીસ ની કામગીરી ને બિરદાવી તેમને વિદાય આપેલ હતી તેમજ નવનિયુક્ત ચાર્જ લેનાર મેડમ ને ખૂબ ઉલ્લાસ પૂર્વક આવકારવામાં આવેલ હતા.સાથે સાથે તાલુકા પ્રમુખ નું મહાસંઘ ની મહિલા શક્તિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.કાલોલ તાલુકા ના શિક્ષકો ની વર્ષો થી બાકી રહેલ સર્વિસબુક ના અપડેશન ની કામગીરી વહેલી તકે પગારકેન્દ્ર વાર કેમ્પ યોજી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની રજુઆત કરતા મેડમ એ આ કામગીરી પૂર્ણ કરવાની ખાત્રી આપેલ હતી.આજરોજ સ્વામી વિવેકાનંદ જયંતિ પ્રસંગે પોતાના કર્તવ્ય વિશે તેમજ જીવનમાં ગુરુના મહત્વની વિશેષ માર્ગદર્શન મેડમ દ્વારા આપવામાં આવ્યું હતું તથા તાલુકાની દરેક શાળાઓ માં મહાસંઘ દ્વારા દર વર્ષે ઉજવાતા કર્તવ્ય બોધદિન ના કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૦ જાન્યુઆરી ના રોજ પ્રાર્થના સંમેલન માં સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝના જીવનચરિત્ર વિશે બાળકો તેમજ શિક્ષક પરિવાર માં દરેક કાર્યકર્તાઓ વક્તવ્ય આપી કર્તવ્ય બોધદિન ની ઉજવણી કરે એ માટે અધ્યક્ષકશ્રી એ જણાવ્યું હતું.અંતમાં રાજ્ય પ્રતિનિધિ ભલાભાઈ પરમાર દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી.