વાડી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લાં ત્રણેક માસથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

  • 7:21 pm January 12, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેર વિસ્તારમાં દાખલ થયેલ મિલ્કત સંબધી તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે. એસ.ઓ.જી. પો.ઇન્સ  વિ.એસ. પટેલ ની સુચના મુજબ શહેર વિસ્તાર પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચાંપાનેર દરવાજા પાસે આવતા અત્રેના અ.હે.કો. જયદિપસિંહ નટવરસિંહ નાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે," મહેબુબખાન પઠાણ રહે, દસ નંબર સ્કુલ પાછળ નાગરવાડા, વડોદરા નાનો બરાનપુર પેટ્રોલ પંપ પાસે ચાની લારી નજીક રોડ ઉપર ઉભો છે વિગેરે બાતમી હકીકત મળતા એસ.ઓ.જી સ્ટાફના માણસો બરાનપુરા પેટ્રોલ પંપ પાસે જઈ બાતમી હકીકતવાળા ઇસમને પકડી પાડી સદર ઇસમ ની પૂછપઈ કરતા વાડી પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતો-ફરતો હોય જેથી સદર ઇસમ વિરૂધ્ધ સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઈ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.