ટેન્કરમાથી ડીઝલ ચોરી કરી સગેવગે કરતી ગેંગને પકડી પાડતી સમા પોલીસ ટીમ

  • 7:23 pm January 12, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

ને.હા.નં ૪૮ અમદાવાદ એક્ષપ્રેસ હાઇવે તરફ જવાના બ્રિજ નીચે સર્વિસ રોડની બાજુમાં આવેલ દત ગેરેજની ખુલ્લી જગ્યામાં ટેન્કર ઉભી રાખી ટેન્કરમાથી ડીઝલ ચોરી કરી સગેવગે કરતી ગેંગને પકડી પાડતી સમા પોલીસ ટીમ

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત વડોદરા શહેર તથા મે.અધિક પોલીસ પોલીરા કમિશ્નર  મનોજ નીનામા  નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં પ્રોહી જુગાર તથા મિલ્કત સબંધી ગુનાઓમા નિયંત્રણ રહે તે ઉદેશથી શહેરમા આવેલ હાઇવે નજીક આવેલ અવાવારુ જગ્યાઓએ ખાતે ઉભી રહેતી ટેન્કરોમાથી ડીઝલ ચોરી કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૪, પન્ના મોમાયા  તથા મદદનીશ પોલીસ કમિશ્નર  જી.બી.બાંભણીયા  એચ-ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એમ.બી.રાઠોડ નાઓની દોરવણી હેઠળ તાબાના માણસોને આ અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડી આવી પ્રવૃત્તી આચરતા ગુનેગારો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે આધારે.....

સમા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે “ એક ટેન્કર નંબર જી.જે. ૦૫ બી.યુ.૮૯૩૩ મા ભારત પેટ્રોલિમય લિમીટેડના કોયલી ખાતેથી પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ભરી જામ્બુઘોડા હાલોલ રોડ નીલકંઠ પેટ્રોલપંપ જવા માટે રવાના થયેલ છે. આ ટેન્કરનો ડ્રાઇવર નારાયણભાઇ ભગવાનદીનભાઇ યાદવ ટેન્કરમા ભરેલ જથ્થો નિયત જગ્યાએ લઈ જતા પહેલા દુમાડ ચોકડી થી છાણી તરફ જવાના સર્વીસ રોડની બાજુમા આવેલ નિલકંઠ ટેક્ટર વાળી ગલીમા દત ગેરેજ પાસે લઈ ગયેલ છે. અને હાલમા ત્યા ટેન્કર ઉભી રાખેલ છે.આ ટેન્કરમાં ભરેલ પેટ્રોલ ડીઝલના જથ્થામાથી કેટલાક જથ્થો કારબાઓમા ભરી ડીલીવરી આપવાના છે” જે મુજબની ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા નિલકંઠ ટેક્ટર વાળી ગલીમા દત ગેરેજ પાસે ટેન્કર નંબર જી.જે. ૦૫ બી.યુ.૮૯૩૩મા એક ઇસમ ટેન્કર ઉપર ચડી કંપની દ્વારા શીલ કરેલ લોકની પટ્ટી કોઇ સાધન વડે તોડી લોક ખોલી કમ્પાર્ટમેન્ટમાં પ્લાસ્ટીકની પાઈપ નાંખી ટેન્કરમાં ભરેલ ડીઝલમાથી ૨૦ લીટર તથા જમીન નીચેથી મળેલ કારબા નંગ- ૦૪ ડીઝલ આશરે લિટર ૨૦૦ મળી કુલ્લે ડીઝલ આશરે ૨૨૦ લિટર જેની કુલ્લે કિ.રૂ. ૨૦૧૯૮/- ની ચોરી કરી જે ચોરી કરેલ ડીઝલ રીસીવર કિરીટભાઇ રમણભાઇ રાઠવા મારૂતી વાન કાર નં.જી.જે.-૧૭ બી.એચ.૩૨૨૮ લઈને આવતા તેઓને પ્લાસ્ટીકના પાંચ કારબાઓમાં ભરી આપી રેઈડ દરમ્યાન પાંચેય જણા સ્થળ ઉપરથી ચોરી કરી ડીઝલ લીટર-૨૨૦ કુલ્લે કિ.રૂ.૨૦૧૯૮/- નુ આવશ્યક ચીજવસ્તુ પેટ્રોલીયમ પ્રોડક્ટની જાહેરમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ રીફીલીંગ કરતી વખતે કોઇપણ પ્રકારના સેફટીના સાધનો રાખ્યા વગર ચોરી કરી આકસ્મીક આગ લાગવાથી મોટી જાનહાનિ તેમજ માલને નુકશાન પહોંચે તેવુ જાણવા છતા આગ લાગવાથી સળગી ઉઠે તેવા પદાર્થ પ્રત્યે બેદરકારી ભર્યું આચરણ કરી રેઈડ દરમ્યાન ચોરી કરેલ ડીઝલ કુલ ૨૦ લીટર કિ. રૂ.૧૮૩૬.૦૨ તથા જમીન નીચેથી મળેલ કારબાઓ નંગ- ૦૪ આશરે ડીઝલ લિટર ૨૦૦ કિ.રૂ ૧૮૩૬૨ મળી કુલ્લે કિ.રૂ.૨૦૧૯૮/ તથા રીફીલીંગ માટેની પાઈપ કિ.રૂ.૨૦૦/- તથા ટેન્કરમાં ભરેલ જથ્થો પેટ્રોલ ૧૦૦00/ લીટર તથા ડીઝલ ૯૯૮૦ જે બન્નેની કુલ કિ.રૂ. ૧૮,૭૬,૮૬૩ તથા ટેન્કર કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તેમજ મારૂતી વાન કિ.રૂ.૩૦૦૦૦/- તેમજ પાંચેવની અંગઝડતીના મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૬૧,૨૦૦/- તથા આર.સી.બુકની નકલ કિ.રૂ.૦૦/- ની ગણી કુલ્લે કિ.રૂ.૨૭,૮૮,૪૬૧/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સદર બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.