વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર સયાજીગંજ પોલીસ
- 7:26 pm January 12, 2024
મે. પોલીસ કમીશ્નર ડો. શમશેરસિંધ તથા એડીશનલ પોલીસ કમીશ્નર મનોજ નીનામા તથા મે.નાયબ પોલીસ કમીશ્નર જુલી કોઠીયા "ઝોન - ૧- નાઓની સુચનાથી મે,મદદનીશ પોલીસ કમિશ્નર ડી.જે.ચાવડા "એ ડીવીઝન સા નાઓના માર્ગદર્શન હેઠળ મે.પોલીસ ઈન્સપેક્ટર આર.જી.જાડેજા સયાજીગંજ પોલીસ સ્ટેશનનાઓની સીધી દોરવણી હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપીઓને તેમજ તડીપાર કરેલ ઇસમોને પકડી પાડવા આપેલ સુચના આધારે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમા હતા દરમ્યાન અ હૈ કો દિપકકુમાર જબ્બરસિંગ નાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે “ ચીમનલાલ પેટ્રોલવાળાની ચાલમાં રહેતો તડીપાર કરેલ હસમુખ ઉર્ફે શન્ની બાબુભાઇ માળી નાઓ પોતાના ઘરે હાજર છે " જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ અને સદરી ઇસમને વડોદરા શહેર માંથી તડીપાર કરેલ હોય જેથી સદરી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.