કરજણ બજારમાં ઉત્તરાયણના પર્વ નિમિતે કરજણ બજારમાં ભારે ભીડ જોવા મળી..

  • 7:30 pm January 12, 2024
મુકેશ અઠોરા | કરજણ

 

અગામી ૧૪ જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ. મકર શક્રાંતિના પર્વ તહેવારે લોકો સવારથી જ ધાબા ઉપર પતંગો અને દોરી લઈ ચઢી જાય છે અને તે દિવસ દરમિયાન ડી. જે. સાથે લોકોની કિલકારિયો થી ગગન ગુંજી ઉઠતું હોય છે. મકર સંક્રાંતિ ના દિવસે લોકો પતંગો દોરી સાથે સાથે તલ, સીંગ તેમજ રાજગરાની ચીકી લાડુ સાથે અને બોર અને શેરડી તો ભૂલેજ નહિ તેની મજામાં માણતા હોય છે.

અગામી દિવસે મકર સંક્રાંતિ પર્વ તહેવાર નિમિતે કરજણ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. કરજણ બજારમાં ઠેરે ઠેર જાત જાતના પતંગ દોરા તેમજ ફીરકી ખરીદતા લોકો જોવા મળ્યા હતા. પતંગ સાથે રંગબેરંગી બલૂન પવન ચક્કરડી ધાબા ઉપર ચઢી પીપુડા પણ લોકો ઉમડખભેર ખરીદતા જોવા મળ્યા હતા. કરજણ માં ૨૦૨૪ વેલકમ પતંગે કરજણ બજારમાં ધૂમ મચાવી દીધી.