ભરૂચથી વડોદરા તરફ ને.હા. નં.૪૮ પર રોડ ક્રોસ કરતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત

  • 7:35 pm January 12, 2024
મુકેશ અઠોરા | કરજણ

 

સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ ને. હા. નં.૪૮ પર સપના હોટેલ સામે ગત રોજ સાંજના સાત વાગ્યાંના સમયે મહેસાણા જિલ્લા ના ભાલુસણ ગામે પરમાર વાસમાં રહેતો હાલ પાલેજ કોઈ હોટેલ માં ફરજ બજાવતો અજયભાઇ જયેશભાઇ પરમાર ઉ. વ. આશરે ૨૪ વર્ષ જેઓ ગત સાંજે સાત વાગ્યાના સમય ગાળા દરમિયાન વડોદરા થી ભરૂચ તરફના ટ્રેક ક્રોસ કરવા જતા યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા યુવકને ડાબા પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા યુવકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કરજણ પોલીસ ને થતા કરજણ પોલીસ તેમજ હાઇવે ઓથોરિટી ની એમ્બયુલેન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની બોડીનું પંચનામું કરી યુવકની ઓળખ કરી યુવકના સગાવહાલા નો સંપર્ક કરી જાણ કરી હતી. યુવકની ડેથ બોડી પી. અર્થે કરજણ સામુહિક હોસ્પિટલે ખસેડી કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વાહન ચલાકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.