સાપા ગામે કરજણ પોલીસ તેમજ આર.પી. ફોર્સ સાથે ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું..
- 7:41 pm January 12, 2024
મુકેશ અઠોરા | કરજણ
અગામી ઉતરાયણ નો પર્વ તહેવાર તેમજ અયોધ્યામાં રામલલ્લા ના મંદિરના ઉદ્ઘાટન બાબતે શાંતિ અને સલામતી માટે કરજણ પોલીસ તેમજ આર.પી. ફોર્સ સાથે સાપા ગામે ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું. અગામી ઉતરાયણ નો પર્વ તહેવાર તેમજ અયોધ્યા રામ મંદિર ના ઉદ્ધઘાટન માં સમગ્ર ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે બાબતે સમગ્ર ગુજરાતમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવે છે ત્યારે આજે કરજણ તાલુકાના સંવેદન શીલ ગામ જેવા કે સાંપા ગામે કરજણ પોલીસ તેમજ આર. પી. ફોર્સ સાથે સાંપા ગામે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં અસામાજિક તત્વો ને શાંતિ અને સલામતી નો ભંગ ના થયું તે હેતુ થી ચેતવણી પાન આપવામાં આવી હતી.