વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર પ્રતિબંધિત કરાયો
- 7:48 pm January 12, 2024
પ્રતિબંધિત માર્ગ પરથી જનાર દરેક વાહનો માટે અપાયું ડાયવર્ઝન
વડોદરા શહેરમાં તા. ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી પતંગની ખરીદી માટે મોટેભાગે લોકો માંડવી ચાર રસ્તા, રાવપુરા રોડ તેમજ જૂના પાદરા રોડ પર મોટી સંખ્યામાં જતા હોય છે. આવા સમયે ટ્રાફિકની સમસ્યાને કારણે કોઈ અગવડ ન ઊભી થાય તે હેતુથી વડોદરા પોલીસ કમિશનર દ્વારા તા. ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી સવારના ૯:૦૦ કલાકે થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરીને વૈકલ્પિક વ્યવસ્થા સાથે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
જેમાં માંડવી દરવાજા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો લહેરીપુરા દરવાજાથી માંડવી, નાની શાક માર્કેટ ત્રણ રસ્તાથી ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજાથી માંડવી, ચાંપાનેર દરવાજાથી માંડવી, પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જઈ શકશે નહીં.
રાવપુરા રોડ અડાણીયા પુલ ચાર રસ્તા વિસ્તારમાં ફોર વ્હીલર માટે કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા થઈ જ્યુબીલી બાગ, જ્યુબીલી બાગ સર્કલથી કોઠી ચાર રસ્તા, નાગરવાડા ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા, દાંડિયા બજાર ચાર રસ્તાથી નવરંગ સર્કલથી ટાવર ચાર રસ્તા, અડાણીયા ચાર રસ્તાથી માંડવી તરફ જઈ શકાશે નહીં.
જૂના પાદરા રોડ વિસ્તારમાં ફોર વ્હીલર તેમજ ભારદારી વાહનોને નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ, પંડયા બ્રિજથી અટલ બ્રિજ નીચેથી ગેંડા સર્કલ તરફ, રાજવી ટાવર અટલ બ્રિજ નીચેથી મનીષા ચાર રસ્તા, મનીષા ચાર રસ્તાથી ચકલી સર્કલ, ગેંડા સર્કલથી ચકલી સર્કલ તરફ જઈ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા તરીકે લહેરી દરવાજાથી સાધના સિનેમા ત્રણ રસ્તા, ન્યુ લહેરીપુરા રોડ, સંત કબીર રોડ, ગેંડીગેટ દરવાજા, ચોખંડી ચાર રસ્તા થઈ જે તે તરફ જઈ શકાશે. નાની શાક માર્કેટ ત્રણ રસ્તાથી ડભોઇયા પોલીસ ચોકી, બકરાવાડી, આંબેડકર સર્કલ, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા થઈ જે તે તરફ જઈ શકાશે. ગેંડીગેટ દરવાજાથી સંત કબીર રોડ, ન્યુ લહેરીપુરા દરવાજા તરફ તેમજ વાડી, હરણખાના રોડ થઈ જે તે તરફ જઈ શકાશે. ચાંપાનેર દરવાજાથી નવાબજાર રોડ, રોકડનાથ પોલીસ ચોકી, ભક્તિ સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે. પાણીગેટ દરવાજાથી ભદ્ર કચેરી રોડ, ચાંપાનેર દરવાજા, અડાણીયા પુલ ચાર રસ્તા તરફ તેમજ નવા બજાર રોડ, રોકડનાથ પોલીસ ચોકી, ભક્તિ સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે.
કોઠી ચાર રસ્તાથી સલાટવાડા રોડ થઈ નાગરવાડા ચાર રસ્તા, કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ તેમજ કુબેરભવન, રેલ્વે હેડ ક્વાર્ટર થઈ જે તે તરફ જઈ શકાશે. જ્યુબીલી બાગ સર્કલથી ભક્તિ સર્કલ, કારેલીબાગ પોલીસ સ્ટેશન થઈ નાગરવાડા ચાર રસ્તા, સલાટવાડા રોડ થઈ જે તે તરફ જઈ શકાશે. નાગરવાડા ચાર રસ્તાથી સલાટવાડા રોડ, બહુચરાજી મંદિર રોડ તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશન થઈ જે તે તરફ જઈ શકાશે. દાંડિયાબજાર ચાર રસ્તાથી દાંડિયા બજાર રોડ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ તેમજ માર્કેટ ચાર રસ્તા થઈ જે તે તરફ જઈ શકાશે. અડાણીયા પુલ ચાર રસ્તાથી ફતેપુરા રોડ તરફ સરસીયા રોડ, ભક્તિ સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે.
નટુભાઈ સર્કલથી આઇનોકસ રોડ, ઈલોરા પાર્ક ત્રણ રસ્તા, વીર સાવરકર સર્કલ, જીઇબી સર્કલ, ચકલી સર્કલ, મલ્હાર પોઇન્ટ થઈ અવર જવર કરી શકાશે. અટલ બ્રિજ છેડાથી અટલ બ્રિજ ઉપર અક્ષર ચોક સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે. રાજવી ટાવર ત્રણ રસ્તાથી અટલ બ્રિજ પર, પંડયા બ્રિજ પર થઈ જે તે તરફ જઈ શકાશે. મનીષા ચાર રસ્તાથી રાણેસ્વર ચાર રસ્તા, હરિનગર બ્રિજ નીચે, નટુભાઈ સર્કલ, આઈનોકસ રોડ, ઈલોરાપાર્ક ત્રણ રસ્તા, વીર સાવરકર સર્કલ, ગેંડા સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે. ગેંડા સર્કલથી ગોરવા રોડ થઈ જે તે તરફ જઈ શકાશે.