વડોદરામાં ખાદી ગ્રામોદ્યોગ ભંડાર દ્વારા રોજ ૧૭૫ કીલોથી વધારે કચરિયાનું વેચાણ

  • 7:52 pm January 12, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

શિયાળામાં ખાવા માટે તલના તેલનું રોજ ૧૫ થી ૨૦ ડબ્બાનું વેચાણ

જિલ્લા ખાદી ગ્રામોદ્યોગમાં કાળા તલના કચરિયાની ભારે માંગ

વડોદરા શહેરમાં રાવપુરા સ્થિત જિલ્લા ખાદી ગ્રામોધોગ ભવન છેલ્લા ૭૫ વર્ષથી સૌના સાથથી ખાદીના ઉત્પાદન દ્વારા આર્થિક રીતે ગરીબ અનેક નાના કારીગરોને રોજગારી પ્રદાન કરે છે. આ સાથે ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા દેશી ઘાણીમાં જ સારી રીતે તલને પીસીને જેમાં વિવિધ ડ્રાયફ્રુટ નાખી દેશી ગોળનું તલનું કચરિયું બનાવવામાં આવે છે.આ કચરિયું વધુ સ્વાદિષ્ટ અને પોષ્ટીક બને છે. શિયાળામા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં  દેશી ઘાણીનુ કાળા તલનું કચરિયાની વધારે પ્રમાણમાં માંગ રહે છે. એમાંય ખાસ કરીને કાળા તલનું કચરિયું  શિયાળામાં  લોકોની પહેલી પસંદગી છે.

ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાના  મેનેજર રાકેશ પટેલે જણાવ્યુ કે, હાલમાં રોજ ૧૫૦ થી ૧૭૫ કિલોનું કચરીયાનું વેચાણ થાય છે. અમે કચરિયું રોજે રોજનું વેચાણ કરીએ છીએ.શિયાળામાં ખાવા માટે તલના તેલનું રોજ ૧૫ થી ૨૦ ડબ્બાનુ વેચાણ થાય છે. આ સિવાય અત્યારે ઘાણીનું સીંગતેલ પણ વેચાણ કરવામાં આવે છે

તલના તેલનો ઉપયોગ બાળકો માટે પણ લાભકારી સાબિત થાય છે.  તલના તેલની માલિસથી સાંધા મજબૂત થાય છે. જો નવજાત શિશુને આ તેલથી માલિશ કરવામાં આવે તો તેના હાડકા મજબૂત થાય છે અને તેનું શરીર તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત જેમને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમણે પણ નિયમતિ રીતે આ તેલથી માલિશ કરવી જોઈએ. તલના તેલમાં જે પોષક તત્વો હોય છે તેનાથી ત્વચા પણ ક્રાંતિવાન બને છે.

તલના તેલમાં વિટામેલી બી કોમ્પ્લેક્સ વિટામીન ઈ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પ્રોટીન જેવા તત્વો હોય છે આજ કારણથી આ તેલ હાડકા માટે સારું ગણાય છે વળી તેનાથી વાળ ત્વચા દાંત પણ સુંદર થાય છે અને તલનું તેલ માનસિકતાને પણ દૂર કરે છે તલના તેલની પ્રકૃતિ ગરમ હોય છે જેને કારણે શરીરની ગરમી વધારે છે.  જે લોકો કસરત કરે છે તેમને સ્નાયૂ સ્ટ્રેચ થવાથી તકલીફ થતી હોય છે. આ તકલીફને દૂર કરવા માટે તલના તેલથી માલિશ કરવી જોઈએ. આ તેલમાં કેલ્શિયમ, આયરન, મૈન્ગીશિયમ, ઝિંક અને સેલેનિયમ હોય છે જે સ્નાયૂને એક્ટિવ રાખે છે. જો દાંત કે પેઢામાં તકલીફ હોય તો પણ તલના તેલની માલિશ કરવાથી લાભ થાય છે.

દેશી ઘાણીમાં જ સારી રીતે તૈયાર થયેલ કચરિયું ખરીદવું હોય તો રાહ જોયા વગર ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં પહોંચી જાઓ..