નારી સંરક્ષણ ગૃહમાં રહેતા આશ્રિત બહેનો માટે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની સેવાઓ માટે ક્વોટેશન મંગાવાયા

  • 7:53 pm January 12, 2024

 

મહિલા અને બાળ વિકાસવિભાગ, ગાંધીનગર પુરસ્કૃત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વડોદરા દ્વારા સંચાલિત નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં રહેતા આશ્રિત બહેનો માટે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવાવી જરૂરી જણાય છે. આ અંતર્ગત વધુમાં વધુ ૨૦ બહેનોની માસિક મર્યાદામાં એક્યુપ્રેસર મસાજ, ફેસ ગ્રુમિંગ, હેર ગ્રુમિંગ અને યોગા ક્લાસની સેવા માટેના ભાવ મોકલવા માટે જણાવાયું છે. રસ ધરાવતી પાર્ટીઓ ઉપર્યુક્ત સેવાઓના ભાવ સીલ બંધ કવરમાં માત્ર રજી.એડી/સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૦૭માં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બીજો માળ એફ-બ્લોક, કુબેર ભવન, કોઠી રોડ, વડોદરા ખાતે મોકલવાની રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ ભાવો રદબાતલ ગણવામાં આવશે તેમજ ભાવ મંજુર કરવા અર્થેની આખરી નિર્ણયની સત્તા મહિલા અને બાળ અધિકારીની રહેશે તેમ જિલ્લા મહિલા બાળ અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે.