ઈટોળા ગામે સિકોતરનગર માંથી ચાર જુગારીયાઓને દબોચી લેતી વરણામા પોલીસ

  • 8:18 pm January 12, 2024
મુકેશ અઠોરા | કરજણ

 

સૂત્રોની મળતી માહિતી મુજબ વરણામાં લોકલ પોલીસને ચોક્કસ વાતની મળી હતી કે ઈટોળા ગામે આવેલા સિકોતર નગર માં ખુલ્લી જગ્યામાં આરસીસી રોડ ઉપર ગોળ કુંડાળવાળી સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસા મૂકી હારજીતની બાજી રમી રમાડતા હોય તેવી વરણામા પોલીસને ચોક્કસ બાતમી મળતા વરણામા પોલીસ બાપની વાળી જગ્યાએ રેડ કરતા ભાવેશભાઈ રમેશભાઈ વસાવા, મુકેશભાઈ દલપતભાઈ ગોહિલ, દશરથભાઈ વિનુભાઈ ઠાકોર, વિક્રમભાઈ મગનભાઈ તડવી આ તમામ રહે ઈંટોલા સિકોતર નગરમાં આ ચારેય જુગારીયાઓને વરનામાં પોલીસે દબોચી લઈ આ ચારેય જુગારીયા ની અંગ જડતી કરતી વખતે ભાવેશભાઈ રમેશભાઈ ની અંગ જડતીમાં ૧,૨૪૦/રૂપિયા, મુકેશભાઈ દલપતભાઈ ગોહિલ ની અંગ ઝડપીમાં ૧,૫૫૦/રૂપિયા, દશરથભાઈ વિનુભાઈ ઠાકોર ની અંગ જડતીમાં ૧૧૩૦/ રૂપિયા તેમજ દાવ ઉપરના ૬,૨૨૦/ રૂપિયા કુલ મળી ૧૧,૧૩૦/ રૂપિયાના મુદ્દા માલ સાથે ચારેય જુગારીઓની અટકાયત કરી વરનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.