છોટાઉદેપુરની દિવ્યાંગ બહેનોને નેશનલ કેરિયર સર્વિસ સેંટર ખાતે અપાશે તાલીમ

  • 8:20 pm January 12, 2024

 

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય(ડી.જી.ઈ.) દ્વારા ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા 40% કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અન્ધ, અન્ધ, મંદ બુધ્ધિ (50-69 IQ), હોય તેવી 15 થી 50 વર્ષ વચ્ચેની બહેનો માટે ઉપરના કેંન્દ્રમાં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેક્ટિસના તાલિમ વર્ગો નિઃશુલ્ક ધોરણે ચાલુ કરવામાં આવ્યા છે. કેંન્દ્રમાં ચાલતા ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેક્ટિસના તાલિમાર્થીયોને ભારત સરકાર તરફથી  નિયમાનુસાર શિષ્યવૃત્તિનો લાભ પણ મેળવી શકે છે. તાલિમ માટે ઇચ્છુક દિવ્યાંગ બહેનોએ (શનિ – રવિ તેમજ જાહેર રજાના દિવસો સિવાય) કામકાજના દિવસો દરમ્યાન સવારે 10:00 થી 4:00 સુધીમાં ઉપર જણાવેલા કેંન્દ્ર નો સમ્પર્ક કરવો. દીવ્યંગોના પુનર્વાસ નિયામકની કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.