છોટાઉદેપુર તાલુકાના વનબંધુ ખેડૂતોને ટીએપીએસ યોજના અંતર્ગત કરાશે કિટ વિતરણ
- 8:21 pm January 12, 2024
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દ્રારા વિકાસશીલ તાલુકા જોગવાઇ (TAPS) યોજના(૨૦૨૩-૨૪) અંતર્ગત આદિજાતિ ખેડુતોને પાકના સંરક્ષણ માટે ઝાટકા મશીન સેટ/કડીયાકામ/સુથારીકામ /મિલ્ક કેન/માછીમારીના સાઘનો/ વેલ્ડીંગકામ/ કિટ વિતરણ કરવાની યોજના કરવામાં આવ્યું છે.આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક છોટાઉદેપુર તાલુકાના વનબંધુ ખેડુત ખાતેદારો પાસેથી વહેલા તે પહેલાના ધોરણે રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે. ખેડૂત ખાતેદારોએ અરજી સાથે ૮-અની નકલ, ૭-૧૨ની નકલ, આધારકાર્ડની નકલ, જાતિ તેમજ ફોર્મમાં દર્શાવેલ લાયકાતો પરિપૂર્ણ કરવાની રહેશે.ફોર્મમાં દર્શાવેલ લાયકાતો ધરાવતા અરજદરાઓને કિટ વિતરણ કરવામાં આવશે. જે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પ્રમાણિત કરીને નકલ જોડવાની રહેશે. જેમાં સેટ/કિટ વિતરણ જેતે તાલુકાના લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાને રાખીને કરવામાં આવશે. આ અરજી જાહેર રજાના દિવસો સિવાય તારીખ:-૧૨/૦૧/૨૦૨૪થી ૨૨/૦૧/૨૦૨૪ સુધી કચેરી સમય દરમયાન તાલુકા વિકાસ અધિકારીની કચેરી, તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, છોટાઉદેપુર ખાતે રૂબરૂ સ્વીકારવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.