મારામારીના ગુનામાં સંડોવાયેલ અને ત્રણ માસથી નાસતા ફરતા રીઢો આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

  • 8:25 pm January 12, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

વડોદરા શહેરના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ તેમજ પોલીસ ધરપકડ ટાળવા સારૂં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માનનીય પોલીસ કમિશ્નર  અનુપમસિંઘ ગહલૌત તથા અધિક પોલીસ કમિશ્નર  મનોજ નિનામા તરફથી સુચના કરવામાં આવેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા સાહેબ અને ACP  એચ.એ.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલ.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એચ.આઇ.ભાટી તેમજ પો.સબ ઇન્સ.સી.ડી.યાદવનાઓની ટીમના માણસોએ શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ માહીતી આધારે જુના પાદરા રોડ દીવાળીપુરા ખાતેથી ઇસમ નામે હફીજ ઉર્ફે અપ્પુ ઇકબાલભાઇ ગબુભાઇ ગબલવાલા ઉ.વ. ૩૬ રહે.ન્યાયમંદીર હનુમાન ફળીયા વડોદરાને શોધી કાઢેલ.સદર ઇસમની પુછપરછ અને સદર ઇસમ અંગેની ખાત્રી તપાસ દરમ્યાન આ ઇસમ રાવપુરા પો.સ્ટે.ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૨૬૨૩૦૪૭૮/૨૩ ઇ.પી.કો.કલમ ૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨) જીપીએ.કલમ ૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયે લ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા સારૂં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોવાનું જણાઇ આવતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે રાવપુરા પો.સ્ટેશનને સોંપેલ છે.

હાલ પકડાયેલ નાસતા ફરતા આરોપી હફીજ ઉર્ફે અપ્પુ સામે નોંધાયેલ ગુનાની વિગત જોતાં આ મુજબ છે. આ કામના આ કામના ફરિયાદીની પત્નિ તથા સાહેદબેન ખરીદી કરવા માટે મંગળબઝાર આવેલ ત્યારે આરોપી હફીઝ ઉર્ફે અપ્પુનાએ સાહેદબેનને ન્યાયમંદીર ખાતે ગાળો બોલતા તેમજ ત્યારબાદ રાજમહેલ રોડ ખાતે સાહેદબેન સાથે આરોપી હાફીજ ઉર્ફે અપ્પુનાએ આ સાહેદબેન સાથે મગજમારી કરી ગાળો બોલી લાફો મારેલ જે અંગેની જાણ ફરીયાદીને કરતાં તા.૦૮/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યાનાં સુમારે આરોપી હફીજ ઉર્ફે અપ્પુ ન્યાયમંદીર જોરાવર ચાની લારી પાસે રોડ ઉપર આવતાં ફરીયાદીએ સાહેદબેનને કેમ હેરાન કરે છે ? તેમ કહેતા આરોપી હાફીજ ઉર્ફે અપ્પુનાએ ફરીયાદીને ગમે તેમ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અચાનક તેના હાથમા પહેરેલ લોખંડનુ પંચ ફરીયાદીના મોઢા ઉપર ડાબી આંખની નિચે મારી ઇજા કરી ભાગી જઇ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ.આરોપી સામે આ ગુનો રજી.થતાં આરોપીની સદર ગુનાના કામે ધરપકડ ન થાય તે માટે છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોય જેથી આ આરોપીને નાસતો ફરતો જાહેર કરી નામ.કોર્ટ દ્વારા વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવેલ.