શ્રી રામ જન્મ ભુમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા સેવા માટે પ્રસ્થાન કરતા કાલોલ ના યુવાનો..
- 8:53 pm January 12, 2024
અજયસિંહ ચૌહાણ, પંચમહાલ
કાલોલના નિવાસી અને વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલના મઠ-મંદિર સંયોજક હરિકૃષ્ણભાઈ પટેલની અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા માટે પસંદગી થઈ છે. જે અયોધ્યામાં તા-12/01/2024 થી તા-25/01/2024 સુધી સેવા આપશે. તા-12/01/2024 શુક્રવારના રોજ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરતા પહેલા શ્રી રામજી મંદિર કાલોલ ખાતે શ્રી રામની પૂજા આરતી કરી પ્રસ્થાન કર્યું. કાલોલના સ્વયંસેવકોએ પણ શુભેચ્છાઓ પાઠવીને તેમને ભાવભીની રીતે પ્રસ્થાન કરાવ્યું. પંચમહાલ વિભાગ( પંચમહાલ, દાહોદ, મહીસાગર) માંથી એક માત્ર સ્વયંસેવક તરીકે સેવા માટે પસંદગી થતા આપણા વિસ્તાર માટે ખૂબ આનંદનો વિષય છે.