પાલીતાણ ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો આરોપી ઝડપાયો

  • 8:56 pm January 12, 2024

 

ભાવનગર, પાલીતાણા ટાઉન તથા પાલીતાણ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પાલીતાણ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ A.S.I.,એલ.સી.બી., ભાવનગરનાઓને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૨/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ઘનશ્યામભાઇ બોઘાભાઇ બારૈયા રહે.થોરાળીવાળા થોરાળી બસ સ્ટેશન પાસે ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી ઘનશ્યામભાઇ બોઘાભાઇ બારૈયા ઉ.વ.૩૫ (રહે.થોરાળી તા.પાલીતાણા જી.ભાવનગર) હાજર મળી આવતાં તેને ઝડપી પાડી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. 

ગુન્હોઃ- 
1. પાલીતાણા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૨/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ
2. પાલીતાણા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૮૮/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ