કાલોલ પોલીસે ગીરધરપુરી ગામમાંથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો
- 8:57 pm January 12, 2024
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસે શુક્રવારે કાલોલ તાલુકાના ખડોળી ના ગીરધરપુરી ગામે રેઇડ કરી ને વિદેશી દારૂ જથ્થા સહિત એક ઈસમની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત મુજબ કાલોલના પીએસઆઇ ડી.એચ. રાઠોડ કાલોલ તાલુકાના ખડોળી ના ગીરધરપુરી ગામે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે ખંડોળી ગીરધરપુરી ગામે રહેતો-રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ લક્ષ્મણભાઈ પરમારે તેના પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારુનો જથ્થો ઉતારેલ છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદરી જગ્યાએ રેઇડ કરતા ઘરમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો સાથે કોઈપણ પ્રકારની પાસ પરમીટ વગર કુલ ક્વાટર / બીયર નંગ ૨૪૦ મળી કુલ જેની કિંમત ૨૬.૪૦૦ / નો દારૂ નો જથ્થો પકડી પાડી કાલોલ પોલીસે રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ લક્ષ્મણભાઈ પરમાર ને પકડી પાડી કાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..