વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
- 8:58 pm January 12, 2024
ગત તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો. ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને મહુવા, મેઘરજ સિનેમા પાસે સાવરકુંડલા રોડ ઉપર મગનભાઇ ડાયાભાઇ પરમાર તથા અમન અબ્દુલકાદર મોરખ રહે.મહુવાવાળા જાહેરમાં માણસો ભેગા કરી પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમી-રમાડે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મગનભાઇ ડાયાભાઇ પરમાર ઉ.વ.૫૭ ધંધો-હિરા કામ (રહે.મીલની ચાલી, રેલ્વે સ્ટેશન રોડ, મહુવા), અમનભાઇ અબ્દુલકાદર મોરખ ઉ.વ.૨૧ ધંધો-વેપાર (રહે.નવા જાપા,બોરડી ફળીયુ વિસ્તાર, મહુવા) વરલી મટકાના જુદાં-જુદાં આંકડાઓ લખેલ કાપલીઓ નંગ-૭ તથા નાની ડાયરી નંગ-૧ કિ.રૂ.૦૦/- તથા પેન નંગ-૨ કિ.રૂ.૦૦/- તથા રોકડા રૂ.૧૧,૪૭૦/- નો મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.