મંદીના માહોલમાં થશે ઉતરાયણ પર્વની ઉજવણી..!

  • 9:00 pm January 12, 2024
તસવીર | ધવલ વાજા, ભાવનગર

 

ભાવનગરમાં મંદીના માહોલમાં ઉજવણી થવા જનાર છે. ભાવનગરમાં છેલ્લા 2 વર્ષથી પતંગ દોરીની બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવમાં વધારો થયો છે પણ ખરીદી એક દિવસ બાકી રહેતા જોવા મળી રહી નથી..

ભૂંગળા - નાના 20 મોટા 100 
નાની પતંગ 20 
મોટી ટોપી 100
માસ્ક 50 
બેનડેટ પટ્ટી 10
એક સાટાના 50 રૂપિયા 
1 ભારીના  150 / 200 

આ વખતે સફેદ શેરડીનો ઉપાડ નહી હોવાથી કાળી શેરડીનું વેચાણ વધારે છે.ગત વર્ષ કરતા 10 ટકાનો વધારો ટ્રક હળતાલ હોવાથી જોવા મળી રહ્યો છે.

ઉત્તરાયણમાં ચશ્માં ગોગલ્સ અલગ અલગ ડિઝાઇનમાં જોવા મળ્યા  છે. જેમાં 50 થી 300 સુધીના ભાવે હાલ વેચાઈ રહ્યા છે. ભાવ વધારો 15 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દુકાનદારો હાલ ગ્રાહકો માટે રાહ જોઈ રહ્યા છે. ગોગલ્સમાં હાલ મંદીનું મોજું જોવા મળી રહ્યું છે. 

તડકામાં ટોપીની ભૂમિકા હોય છે ત્યારે ટોપીમા અલગ અલગ નવી વેરાયટી જોવા મળી રહી છે. જેમાં આ ઉતરાયણ પર્વની સિઝનમાં 50 થી લઈ 130 સુધીના ભાવ રહ્યા છે. અલગ અલગ ડિઝાઇનની ટોપી વેચાઈ રહી છે. આ સિઝનમાં ટોપીના ભાવમાં કોઈ ભાવ વધારો જોવા મળ્યો નથી. ગત વર્ષની મુજબ ભાવ હાલ ભાવનગરની બજારમાં મળી રહ્યો છે.