સરકારી હોસ્પિટલ બીમાર થયેલ છે તો તેની સારવાર સરકાર ક્યારે કરાવાશે...?

  • 9:01 pm January 12, 2024

 

ભાવનગર જિલ્લાના કેન્દ્રીય આરોગ્યમંત્રી હોવા છતાં જિલ્લામાં આરોગ્યની સુવિધા જર્જરિત બની ગઈ છે. સિહોર તાલુકામાં આવેલી એક માત્ર સરકારી હોસ્પિટલ બિસમાર  હાલતમાં સપડાઈ ગઈ છે. હોસ્પિટલમાં જૂનું બાંધકામ હોવાથી હોસ્પિટલની સ્થિતિ દયનિય બની ગઈ છે, જેમાં છતમાં સળિયા વર્તાઈ રહ્યા છે.

બિસ્માર હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે. પરંતુ હોસ્પિટલ જર્જરિત બન્યું હોય ત્યારે હોસ્પિટલના કર્મચારીઓ અને આવતા દર્દી તેમજ સગાઓ માથે મોત જળુંબી રહ્યું છે. જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.