ભાપી નજીક મુખ્ય કેનાલમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો
- 9:59 pm January 12, 2024
પ્રકાશ સુથાર | થરાદ
બપોરે મુખ્ય નર્મદા કેનાલ માં વામી સાયફન અને ભાપી નજીક યુવક અને યુવતી મૃતદેહ મળી આવ્યો. થરાદ ના ભાપી નજીક કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 કલાકથી વધારેની ભારે જાહેમત બાદ ડેડબોડી કેનાલ બહાર નીકાળી વાલી વારસાને સોંપેલ.યુવકનું નામ પ્રકાશભાઈ બાબુભાઈ ઠાકોર ઉંમર આશરે વર્ષ 21 પરણિત કોઈ બાળકો નથી દાંતિયા ગામ નો હોવાનું જાણવા મળેલ છે અને યુવતીનું નામ નિશાબેન વેલાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 30 પરિણીત બે બાળકોની માતા હોવાનું જાણવા મળેલ છે. સાસરી ભલાસરા અને પિયર વારા હોવાનું જાણવા મળેલ.