ગળકોટડી ગામ નજીક જીનીંગ મીલમાં સિકયુરીટી ગાર્ડને માર મારી લુંટ ચલાવનાર ઇસમો ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
- 10:00 pm January 12, 2024
બાબરા તાલુકાના ગળકોટડી ગામની નજીક, રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મી કોટેસ નામના કપાસના જીનમાં રાત્રીના આશરે સાડા દસકે વાગ્યે અજાણ્યા ઇસમો ચોરી કરવાના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી, આ જીનમાં સિકયુરીટી તરીકે ફરજ બજાવતા ગોરધનભાઇ જીવરાજભાઇ સાંયકા,મારી, ગંભિર ઈજાઓ કરી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ગોરધનભાઈનો મોબાઈલ લુંટ કરી નાશી ગયેલ હોય, જે અંગે ગોરધનભાઇએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહએ આ પ્રકારના ગંભીર અનડીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાબરા, બસ સ્ટેન્ડ પાસે સી.એન.જી. રીક્ષામાં આંટાફેરા મારતા પાંચ ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી, મજકુર ઇસમોની સઘન પુછ પરછ કરતા અને ઝડતી કરતા ઉપરોકત લુંટમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા ઉપરોકત ગુનાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી..