શ્રેષ્ઠ શાળા નો એવોર્ડ મેળવતી નેત્રામલી હાઇસ્કુલ

  • 7:28 pm February 3, 2024

શ્રી એન જી જરીવાલ હાઇસ્કુલ, નેત્રામલીની સ્થાપના વર્ષ 1967 માં થઈ હતી. સંસ્થામાં અલગ અલગ ૧૬ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. સંસ્થામાં ધોરણ ૯ થી ૧૨ના વર્ગો ચાલે છે. આજ સુધી સંસ્થામાંથી 3,100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. સંસ્થાએ નેશનલ કક્ષાએ રમતગમતમાં 68 વિદ્યાર્થીઓ મોકલેલા છે તેમજ શિષ્યવૃત્તિની પરીક્ષામાં રાજ્યકક્ષાએ નંબર મેળવેલ છે તેમજ કલા મહાકુંભમાં પણ જિલ્લા અને જોન લેવલે પ્રતિનિધિત્વ કરેલ છે. સંસ્થામાં ઇડર તાલુકાનું એસવીએસ કેન્દ્ર આવેલું છે. શાળામાં એનએસએસ ઇકો ક્લબ ગણિત વિજ્ઞાન ક્લબ વગેરે ચાલી રહ્યા છે તેમજ સંસ્થામાં ધોરણ 10 નું પરીક્ષાનું કેન્દ્ર છે શાળાને વર્ષ 2023 24 નો શ્રેષ્ઠ એવોર્ડ મળતા આચાર્ય સંજયભાઈ પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારને કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ મંત્રી પ્રભુદાસભાઈ સમગ્ર કેળવણી મંડળ સરપંચ તથા સમગ્ર ગ્રામજનોએ અભિનંદન પાઠવેલ છે.