ભાવનગર જિલ્લાની સર ટી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીની પાછળ જવાબદાર કોણ..?

  • 8:26 pm February 5, 2024
ધવલ વાજા | ભાવનગર

 

ભાવનગર જિલ્લાની સર ટી હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની હાલત હાલમાં ખરાબ છે, કારણ છે તેની પાછળ છેલ્લા બે મહિનાથી પગાર કરવામાં સર ટી હોસ્પિટલના ધાંધ્યા રહ્યા છે. જેને પગલે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની હાલત ખરાબ થઈ ચૂકી છે.

ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવારમાં પણ અડીખમ ઊભા રહેતા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની પરિસ્થિતિને પણ સર ટી હોસ્પિટલના સત્તાધીશો નજરે લેતા નથી. ત્યારે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓની રજૂઆત કરી હતી કે તેમને છેલ્લા બે મહિનાથી પગાર કરવામાં આવ્યો નથી. ઘર ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે RMOને રજૂઆત કરતા RMOએ જણાવ્યું હતું કે હાલમાં ચાર્જમાં રહેલા મેડમ નહિ હોવાને કારણે બિલ પાસ થયા નથી. તે આવતાની સાથે જ તેમના બિલ પાસ થશે. એટલે કે હજુ એક અઠવાડિયા જેટલો સમય તેમને વિતાવો પડશે. આમ સર ટી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે.