હીરા ઉદ્યોગમાં મંદીના મારના કારણે હેરાન થતાં રત્નકલાકારોએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

  • 8:35 pm February 6, 2024

 

હીરા ઉદ્યોગમાં દિવાળીના વેકેશન વહેલા પડ્યા હતા, વેકેશન નિર્ધારીત સમય કરતા મોડા ખુલ્યા હતા અને ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે. જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લા 8થી 10 મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હોવાની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. રત્નકલાકારોએ મુખ્યમંત્રી પાસે વિવિધ માગણીઓ લઈ પહોંચ્યા હતા.

વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના વડપણ હેઠળ તેમજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રીજીયન ચેરમેનએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું. એક સૂરમાં હીરા ઉધોગને કારણે જે મુશ્કેલી વધી રહી છે. તેનાથી રાહત મેળવવા માટે સુધી રજૂઆત કરવામાં આવી છે.

હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો હેરાન થઈ રહ્યા છે. કેમ કે દિવાળીના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતા મોડા ખુલ્યા હતા અને ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે. જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લા 8થી 10 મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે, ત્યારે મુખ્યમંત્રી તેમજ શ્રમ અને રોજગાર મંત્રીને હીરાઉદ્યોગના રત્નકલાકારોને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરવામા આવી છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂઆત સાંભળી હતી.

હીરા ઉદ્યોગના રત્નકલાકારોની કરવામાં આવેલ માંગણીઓ

આર્થિક પેકેજ જાહેર કરો
રત્નદીપ યોજના શરૂ કરો
વ્યવસાય વેરો નાબૂદ કરો
આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો
રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો ની માંગણી સરકાર સમક્ષ કરી છે