ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ: મેઘાણી સર્કલથી આંબાવાડી રોડ તરફ જતા માર્ગ ઉપર આવેલા ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરના હોસ્પિટલને તસ્કરોએ નીશાન બનાવ્યું

  • 9:06 pm February 6, 2024

 

ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ થઈ ચૂક્યા છે, ત્યારે શહેરના મેઘાણી સર્કલ થી આંબાવાડી રોડ તરફ જતા માર્ગ ઉપર આવેલા ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરના હોસ્પિટલને તસ્કરોએ નીશાન બનાવ્યું છે. ત્રીજી તારીખે રાત્રે હોસ્પિટલ બંધ કરીને ઘરે ગયેલા તબિબને બીજા દિવસે સવારે ખબર પડી હતી કે હોસ્પિટલના તાળા તૂટ્યા છે ત્યારબાદ તેમને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ડોક્ટર પુનમબેન સચીનભાઈ મહેતાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમનું ફિઝિયોથેરાપીનું હોસ્પિટલ હોય જે મેઘાણી સર્કલથી આંબાવાડી રોડ ઉપર ઉષા પ્લોટમાં આવેલું છે. ત્રીજી તારીખના રોજ નિયમિતપણે રાત્રે તેઓ હોસ્પિટલ બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે ઓફિસમાં કામ કરતા કર્મચારીએ ફોન કરીને જણાવ્યું હતું કે હોસ્પિટલના દરવાજાના આંકડિયાનો નકુચો તૂટેલી હાલતમાં છે. જેથી હોસ્પિટલે જઈને તપાસ કરતા દરવાજાનો તાળું તુટેલી હાલતમાં અને ટેબલમાં રહેલા 40,000 રોકડ અને સ્કેટિંગના રોલર મળી કુલ 41,200 નો મુદ્દામાલ કોઈ અજાણ્યો સખ્સ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.