માંડવી તાલુકાના અમલસાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ

  • 9:54 pm February 7, 2024

 

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની પ્રેરક ઉપસ્થિતિ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના અમલસાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો  રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈએ જણાવ્યું હતું કે, જનજન સુધી યોજનાઓના લાભો પહોચડવાના આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવ્યો છે. જેનો ગ્રામજનોએ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. આ અવસરે અધિકારીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ અવસરે જિલ્લા વિકાસ આધિકારી શિવાની ગોયલ, નાયબ પશુપાલન નિયામક ડો.મયુરભાઈ ભીમાણી, ઈ.એમ.ઓ. ડો. કૌશિક મહેતા , તાલુકા વિકાસ અધિકારી  રવિન્દ્રસિંહ સોલંકી, THO  નરેન્દ્રભાઈ ચૌધરી, Cdpo  હંસાબેન માળવી,  સરપંચ હિતેશભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર ચીનલ ભાઈ જેસડીયા, મુખ્યસેવિકા જયનાબેન ચૌધરી, તલાટી કમ મંત્રી અંકુશભાઈ સાવરિયા, શા‌‌‌‌ળાના શિક્ષકો,આધાર ઓપરેટર , ગામસેવક ઓ, અન્ય ગામના સરપંચઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.