ઘોઘા, મામલતદાર કચેરી ખાતે તા. ૨૮ ફેબ્રુઆરી ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • 10:00 pm February 7, 2024

 

જિલ્લા વિકાસ અધિકારી,ભાવનગરના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૪ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૮/૦૨/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઘોઘા,મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૪/૦૨/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.