રાણપુર તાલુકાના જાળીલા ગામે ધોળા દીવસે દીવાલ કુદી બંધ મકાનના તાળા તોડી 1.80 લાખની ચોરી

  • 5:29 pm February 23, 2024
વિપુલ લુહાર | રાણપુર

 

તસ્કરો અલગ-અલગ સોનાના દાગીના અને રોકડ રકમ સહીત રૂ.1 લાખ 80 હજાર ની મત્તાની ચોરી કરી ફરાર

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ધોળા દિવસે બંધ મકાનના તાળા તિજોરીમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.80 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ જતા રાણપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ ચોરી ની ઘટના અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના જાળીલા ગામે રહેતા ગણેશભાઈ કરમશીભાઈ ચકલાસીયાના રહેણાકી બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો દિવાલ ટપી ઘરમાં પ્રવેશ કરી મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયા છે ગણેશભાઈ કરમશીભાઈ ચકલાસીયા સવારે વાડીયે ગયા હતા અને તેઓની પત્ની બહાર કામે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ ગણેશભાઈ ના ઘરમાં દિવાલ કુદી મકાનમાં પ્રવેશ કરી બારણાના નકુચા તોડી રસોડા તરફના રૂમમાંથી ઘરમાં પ્રવેશ કરી પતરાની તિજોરીનું અંદરના ખાનામાં આવેલ લોકર તોડી તેમાં રાખેલા સોનાની બંગડી 2 નંગ,સોનાની બે સરાવાળી માળા,સોનાની ચેઈન મળી 1 લાખ 60 હજાર ના સોનાના દાગીના તેમજ રોકડા રૂ.20,000 મળી કુલ રૂપિયા 1,80,000 ના મત્તાના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા આ બનાવ સંદર્ભે મકાન માલીક ગણેશભાઈ કરમશીભાઈ ચકલાસીયા એ રાણપુર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી.454,380 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ P.I.કે.એસ.દેસાઈ કરી રહ્યા છે.