પરિવારથી વિખુટી પડેલી બાળકીને તેના પરીવાર સાથે મિલન કરાવતી બોટાદ ‘SHE TEAM’

  • 6:48 pm February 23, 2024
જયરાજ ડવ | બોટાદ

 

બોટાદ મહિલા પોલીસની “SHE TEAM”એ પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ પરિવારથી વિખુટી પડેલી બાળકીને તેના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસ અધિક્ષક દ્વારા અપાતી સૂચનાને ધ્યાને રાખી મહિલા પોલીસ સ્ટેશન સતત પેટ્રોલિંગમાં રહે છે, જે દરમિયાન પોલીસ ઇન્સપેકટર પી.આર.મેટાલીયા તથા મહિલા “ SHE TEAM” ના સભ્યો દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિ સાથે એક બાળકી મળી આવી હતી, જેને સાંત્વના આપી પૂછપરછ કરતા બાળકી કાળુભાઇ સનાભાઇ નાયક રહે- કાનેસર, તા-કાનપુર જી- મહિસાગરની દિકરી હોવાનું જાણવા મળ્યું હતું. આ તકે તેના માત-પિતાનો સંપર્ક કરીને જાણ કરાઈ હતી. અને માતા પિતાને મહિલા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી બાળકીને સહી સલામત રીતે સોંપી દેવાઈ હતી. બાળકીના માતા પિતાએ સમસ્ત ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.