સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગ્રીનચોક ખાતે હરપાલ દેવના ૯૫૯ ના પ્રાગટ્ય દિવસની દીવડા સાથે મહા આરતી યોજાઈ

  • 9:02 pm February 23, 2024
અમિત વિંધાણી, હળવદ

 

ઝાલાવાડ નો, આગવો ઈતીહાસ છે ત્યારે ઝાલાવંશના દેવ એવા હરપાલદાદા એ સમયે ઝાલાવાડ પર બાબરાભુતનો , ક્રોપ હતો તેને વશ કયોઁ  શકિતમા સાથે તેમના લગ્ન થયા હતા શિવજી નુ રૂપ માનવામાં આવે છે હરપાદેવને, તેઓએ સવંત ૧૦૯૦માં ઝાલાવાડ ની સ્થાપના કરીને ૨૩૦૦ ગામ પર પોતાની સતાસ્થાપી હતી સંવત ૧૧૩૦ સુધી તેમણે ઝાલાવાડ પર રાજ કયુઁ હતુ આજ ૯૫૯ વષઁ પેહલા તેમનુ પ્રાગટ્ય થયુ હતુ આાથી આ દિવસે ઝાલવંશના ક્ષત્રીયો હરપાદેવ પ્રાગટ્ય દિવસ અને હરપાલતેરસ તરીકે ધ્રાંગધ્રા ખાતે ગ્રીનચોક ખાતે ભવ્ય પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી

ધ્રાંગધ્રા ના ગ્રીનચોક ખાતે ૨૨ ફેબ્રુઆરી અને ગુરુવાર ના રોજ દાદા હરપાલદેવ નો ૯૫૯ મો પ્રાગટ્ય દિન "હર પ્રભાવ તેરસ" છે જે સંદર્ભે ઝાલાવાડ ક્ષત્રિયસમાજ , હરપાલદેવ પ્રાગટ્ય દિન મહોત્સવ સમિતિ દ્વારા "હર પ્રભાવ તેરસ" મહોત્સવ ની ભવ્ય ઉજવણી તથા મહા આરતી યોજવામાં આવશે ધ્રાંગધ્રા ગ્રીનચોક ખાતે ૯૫૯ દીવડા સાથે માહ આરતી સાજના ગ્રીનચોક ખાતે હરપાલ દેવ ની પ્રતીમાએ યોજવામાં આવશે જેમા રાજપરિવાર ક્ષત્રિય સમાજ આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજ ના લોકો પરંપરાગત વસ્ત્રો સાફા પાધડી સાથે ઉપસ્થિત રહેશે જેને સફળ બનાવવા માટે ક્ષત્રીય સમાજ ના યુવાનો દ્વારા જેહમત ઉઠાવી રહ્યા છે.