રાધનપુરની બજારમાં આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક જામ સર્જાયો...
- 9:03 pm February 23, 2024
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ મુખ્ય બજારમાં આડેધડ વાહન પાર્કિંગ જોવા વારંવાર જોવા મળી રહ્યા છે.જેને લઇને ગત રાત્રીના રોજ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.રાધનપુરનાં લાલબાગ વિસ્તાર થી લઈને શેઠ કે બી હાઇસ્કુલ તરફ જતા રસ્તા પર આડેધડ કાર ચાલકો પોતના વાહનો રસ્તા ઉપર પાર્ક કરતા ટ્રાફિક જામ ની સમસ્યા ઉભી થઇ રહી છે. ગત રાત્રીના રાધનપુર લાલબાગ વિસ્તાર થી લઈને શેઠ કે બી હાઇસ્કુલ સુધી ભારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અકળાયા હતા.
મુખ્ય બજારમાં આડેધડ વાહન પાર્કિંગ કરેલા વાહનો ને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.જે ટ્રાફીકમાં વાહન ચાલકો સહિત રાહદારીઓ ટ્રાફિક માં ફસાયા હતા.ત્યારે આવા કાર ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવા નગરજનો જણાવી રહ્યા છે.ટ્રાફિક નાં કારણે રાધનપુરમાં વાહનોની લાંબી કતારો લાગી હતી અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર પણ ટ્રાફિક જોવા મળ્યો હતો તો બજારના મુખ્ય માર્ગ ઉપર આડેધડ કાર ચાલકો કાર પાર્કિંગ કરીને જતાં રહેતા અવાર નવાર સર્જાય છે ટ્રાફિકની સમસ્યા જેને લઈને આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.