રાજુલા શહેરમાંથી ૭ વર્ષની બાળકીના અપહરણના ગુન્હાનો આજીવન કેદની સજા ભોગવતો પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડ્યો રાજુલા પોલીસ..

  • 7:44 pm February 24, 2024
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી જીલ્લામાં બનતા ગંભીર ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય તેમજ નાસ્તા-ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા ગુમ / અપહરણ થયેલા બાળકો તથા નાસ્તા-ફરતા આરોપી પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય રાજુલા પો.સ્ટે.માં  આઇ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુન્હાના કામનો કોઇ અજાણ્યો આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે બાબતે ફરીયાદી રાજુલા પોલીસ સ્ટેશન દોડી આવેલ હોય જે ગંભીર બનાવની જાણ રાજુલા  પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે.ગીડા ને થતા તાત્કાલીક ધોરણે અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ તથા  રાજુલા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલીક બનાવ સ્થળે જઇ અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા સુચના આપેલ હોય રાજુલા પોલીસ તાત્કાલીક બનાવવાળી જગ્યાએ પહોંચી અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા  શહેરના સીસીટીવી કેમેરા તથા હ્યુમન ચોર્સની મદદ લઇ અપહરણ કરનાર આરોપીની ભાળ મેળવતા મજકુર આરોપી અગાઉ વંડા પોલીસ સ્ટેશનમાં સગીરવયની બાળકીના અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હોય અને પેરોલ રજા ઉપર જેલ મુક્ત થઇ અને નિયત તારીખે હાજર ન થઇ ફરાર થયેલ હોય જે વંડા પો.સ્ટે આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ થયેલ હોય જે આરોપીને અપહરણ થયેલ બાળકી સાથે ગણતરીના કલાકોમાં રાજુલા પોલીસ ટીમ દ્વારા પકડી પાડેલ છે.   પકડાયેલ આરોપી જીતુભાઇ ઉર્ફે રાહુ રવજીભાઇ ગોહિલ ઉ.વ.૩૪ ધંધો.મજુરી  રહે.જેજાદ તા.સાવરકુંડલા જી.અમરેલી પકડાયેલ આરોપી નાની વયની બાળકીઓનો એકલતાનો લાભ લઇ વેફર તથા ચોકલેટ અપાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવાની ટેવ ધરાવે છે.  કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.જે.ગીડા ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી હતો.