ભાવનગરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ કાર એસેસરીઝની દુકાનમાં આવી આવરા તત્વોએ કરી તોડફોડ..

  • 9:25 pm February 29, 2024
ધવલ વાજા | ભાવનગર

 

ચાર થી પાંચ લાખ ની કરી નુકશાની

કારમાં આવતી વિડિયો ડિસ્પ્લે તોડી નાખી

અન્ય કિંમતી વસ્તુઓને કર્યુ નુકશાન

પાર્કિંગ બાબતે થઈ હતી બોલાચાલી

૧૫૦ ફૂટ રીંગ રોડ હોટેલ સ્કાય-વે ની બાજુ આવેલ કોમ્પલેક્ષમાં આવેલ કાર એસેસરીઝ ની દુકાનમાં પાર્કિંગ બાબતે બોલાચાલી થતા દુકાનમાં ઘુસી ૪-૫ આવારા તત્વો દ્વારા તોડફોડ કરાઈ

શહેરના હોટેલ સ્કાય-વે ની બાજુ આવેલ કોમ્પલેક્ષમાં આવેલ ખોડલકૃપા કાર એસેસરીઝ ની દુકાન આવેલ છે , દુકાન ની સામે પાર્કિંગ નહી કરવા માટે દુકાન માલિક અનિલભાઈ એ ના પાડતા ચાર થી પાંચ આવારા તત્વો દ્વારા દુકાન ની અંદર ઘુસી લોખંડ નો ઘોડો પાડી દીધો , ગાળો આપી મારામારી કરી હતી .
અનિલભાઈ ના જણાવ્યા મુજબ કારની અંદર ફીટ થતાં વિડિયો ડિસ્પ્લે વાળો ઘોડો પડ્યો હતો અને બીજી અન્ય કિંમતી એસેસરીઝ હતી જેને કારણે અંદાજિત ૪ થી ૫ લાખ નું નુકસાન થયેલ છે . સમગ્ર ઘટના સીસીટીવી માં કૈદ થયેલ છે.
આ અંગેની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે .